Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 હજારથી વધુ કેસ, આ રાજ્યોમાં ચિંતાજનક સ્થિતિ 

આમ તો  કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે પરંતુ દેશમાં કેટલાક રાજ્યોમાં હજુ સ્થિતિ ચિંતાજનક સ્તરે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 36,604 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 94,99,414 પર પહોંચ્યો છે. જેમાંથી 4,28,644 લોકો હજુ સારવાર હેઠળ છે જ્યારે 89,32,647 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 501 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો 1,38,122 થયો છે. 
Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 હજારથી વધુ કેસ, આ રાજ્યોમાં ચિંતાજનક સ્થિતિ 

નવી દિલ્હી: આમ તો  કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે પરંતુ દેશમાં કેટલાક રાજ્યોમાં હજુ સ્થિતિ ચિંતાજનક સ્તરે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 36,604 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 94,99,414 પર પહોંચ્યો છે. જેમાંથી 4,28,644 લોકો હજુ સારવાર હેઠળ છે જ્યારે 89,32,647 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 501 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો 1,38,122 થયો છે. 

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્ર, ત્યારબાદ રાજસથાન અને ત્રીજા નંબરે મધ્ય પ્રદેશમાં છે. જ્યારે મોતના મામલે દિલ્હી પહેલા નંબરે છે. મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 90,557 છે. જ્યારે રાજસ્થાનમાં 28,653 અને મધ્ય પ્રદેશમાં 14,771 છે. 

With 501 new deaths, toll mounts to 1,38,122. Total active cases at 4,28,644

Total discharged cases at 89,32,647 with 43,062 new discharges in last 24 hrs pic.twitter.com/b1kdAsuFzx

— ANI (@ANI) December 2, 2020

ગુજરાતમાં નવા 1477 કેસ, 1547 દર્દી સાજા થયા 15 લોકોનાં મોત નિપજ્યાં
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1477 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1547 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,92,368 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.06 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1059.26 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78,94,467 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના ટેસ્ટિંગ અંગે મોટી મંગળવારે મોટી જાહેરાત કરી. ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ હવે RTPCR ટેસ્ટના ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગના 800 રૂપિયા થશે અને જો ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા થશે. આ નિર્ણયનો અમલ આજથી થશે. આ અગાઉ રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500-2000 રૂપિયા જેટલો થતો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news